ફોટો પાડનાર પર ભડક્યો અર્જુન રામપાલ, કેમેરો ફેંકતા શખ્સ થયો ઘાયલ

ફિલ્મ અભિનેતા અર્જૂન રામપાલ પર મારપીટનો આરોપ લગાવામાં આવ્યો છે. અભિનેતા અર્જૂન રામપાલ પર દિલ્હીના એક ફાઇવ સ્ટાર હોટલ ચાલી રહેલા નાઇટ કલબમાં મારપીટનો આરોપ લગાવામાં આવ્યો છે. અર્જૂન રામપાલે કરેલી મારપીટમાં એક શખ્સને ગંભીર ઇજા થઇ છે. પીડિત શખ્સના જણાવ્યા અનુસાર તે તેના મિત્રો સાથે નાઇટ કલબમાં ગયો હતો જ્યાં અર્જુન રામપાલ ડીજે પ્લે કરી રહ્યો હતો.

અર્જુના રામપાલ આરોપ લગાવામાં આવ્યો છે કે તેણે પ્લે દરમિયાન ભીડ તરફ કેમેરો ફેંક્યો જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અંગે જ્યારે પીડિત વ્યક્તિએ પુછપરછ કરવાની કોશિષ કરી ત્યારે તેના બાઉન્સરોએ તેને કલબમાંથી બહાર હાંકી કાઢ્યો હતો. ખરેખર નાઇટ કલબમાં અર્જુન રામપાલ ફોટોગ્રાફર દ્વારા ફોટો ખેંચતા ગુસ્સો થયો હતો અને તેને કેમેરો ઝૂંટવી ભીડ તરફ ફેંક્યો હતો. આ અંગે પીડિત વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like