52 સેકેન્ડના બદલે 1 મિનિટમાં પુરૂ કર્યું રાષ્ટ્રગીત, અમિતાભ વિરૂદ્ધ કેસ

નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વિરૂદ્ધ રાષ્ટ્રગીતને નક્કી સમયથી વધુ સમયમાં ગાવાને લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે શનિવારે કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 મેચ પહેલાં રાષ્ટ્રગીત ગાયું હતું. આરોપ છે કે બિગ બીએ રાષ્ટ્રગીતને 52 સેકેન્ડના બદલે 1 મિનિટ 10 સેકેન્ડમાં ખતમ કર્યું હતું.

બિગ બી પર રાષ્ટ્રગીતમાં ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. તેમના વિરૂદ્ધ પૂર્વી દિલ્હીના અશોક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્હાસ પી.આર. નામના એક ડોક્યુમેંટ્રી ફિલ્મમેકરે ના ફક્ત પોલીસ ફરિયાદ દાખલ કરી છે પરંતુ ફરિયાદની કોપી પીએમ ઓફિસ અને ગૃહ મંત્રાલયને મોકલી પણ મોકલી છે. પોતાની ફરિયાદમાં ઉલ્હાસે કહ્યું કે અમિતાભ ઘણીવાર સાર્વજનિક કાર્યક્રમોમાં ખોટું રાષ્ટ્રગીત ગાય છે. 19 માર્ચના રોજ પણ અમિતાભે પોતાના જ અંદાજમાં રાષ્ટ્રગીત સંભળાવ્યું, તેમણે એમ પણ ન વિચાર્યું કે તેમના લાખો પ્રશંસકોમાં ખોટો સંદેશો જશે. રાષ્ટ્રગીતને લઇને ગૃહ મંત્રાલયે કેટલાક નિયમ બનાવ્યા છે જેનું દરેક નાગરિકે પાલન કરવાનું હોય છે.

complain

1. અમિતાભ બચ્ચને રાષ્ટ્રગીત 52 સેકેન્ડના બદલે 1 મિનિટ 10 સેકેન્ડમાં ગાયું હતું.
2. અમિતાભ બચ્ચને પોતાનો લય બનાવીને રાષ્ટ્રગીત ગાયું
3. તેમણે ‘સિંધુ’ના બદલે ‘સિંહ’ શબ્દનો ઉપયોગ કર્યો (આ સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટના 2005ના ચૂકાદાનું ઉલ્લંઘન છે.)
4. તેમણે ‘દાયક’ શબ્દના બદલે ‘નાયક’ શબ્દનો ઉપયોગ કર્યો.

અમિતાભ બચ્ચન મોટાભાગે પ્રતિસ્પર્ધા દરમિયાન રાષ્ટ્રગીત ગાય છે. તે પ્રો કબડ્ડી લીગમાં પણ રાષ્ટ્રગીત ગીત ગાઇ ચૂક્યા છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ભારતીયનું મૌલિક કર્તવ્ય છે કે તે રાષ્ટ્રગીતને દરેક પ્રકારે સન્માન આપે. એટલા માટે આવી મશહૂર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી નહી થાય તો રાષ્ટ્રગીતને લઇને બનેલા તમામ નિયમો માત્ર બનાવટી સાબિત થશે. ફરિયાદકર્તાએ અપીલ કરી છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે…કમ સે કમ આ સંદેશો અમિતાભ બચ્ચન સુધી પહોંચાડવામાં આવે, જેથી તે ભવિષ્યમાં ખોટું રાષ્ટ્રગીત ન ગાય.

ઉલ્હાસ પી.આરે પહેલી વાર અમિતાભ બચ્ચન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી નથી પરંતુ આ પહેલાં પણ સુપરસ્ટાર વિરૂદ્ધ મુંબઇના જૂહૂ પોલીસમથકમાં રાષ્ટ્રગીત ખોટું ગાવાની ફરિયાદ કરી ચૂક્યા છે.

આ પહેલાં અમિતાભ બચ્ચન પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઇડન ગાર્ડન્સમાં રાષ્ટ્રગીત ગાવા માટે પૈસા લીધા છે. જો કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલ (સીએબી)એ રવિવારે સ્પષ્ટ કરી દીધું હતું કે બિગ બીએ તેના માટે કોઇ પૈસા લીધા નથી.

આ મેચ પહેલાં પાકિસ્તાની સિંગર શફાકત અલી પર પણ ખોટું રાષ્ટ્રગીત ગાવાનો આરોપ લાગ્યો હતો. તેને લઇને સોશિયલ નેટવર્કિંગ સાઇટ, ખાસકરીને ટ્વિટર પર તેની જોરદાર ટીકા કરવામાં આવી હતી. આ ઘટનાથી નારાજ પાક્સિતાની ફેન્સે કહ્યું હતું કે ખોટું છે કે શફાકતને ભારતમાં આટલો પ્રેમ મળ્યો છે.તે પોતાના જ દેશનું રાષ્ટ્રગેત ભૂલી ગયા. જો કે શફાકતે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.

You might also like