વિપક્ષના નેતા માટે પરેશ ધાનાણી-કુંવરજી બાવળિયા વચ્ચે સ્પર્ધા, ધાનાણી મોખરે

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતાનો હોદ્દો મેળવવા માટે સૌરાષ્ટ્રના બે મોટા ગજાના નેતા પરેશ ધાનાણી અને કુંવરજી બાવળિયા વચ્ચે જબ્બર સ્પર્ધા જામી   છે, જોકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ વિપક્ષના નેતાનું નામ નક્કી કરશે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને એઆઇસીસીના સેક્રેટરી જિતેન્દ્ર ભંવર કોંગ્રેસના ધારાસભ્યોને વ્યકિતગત મળીને વિપક્ષના નેતા અંગેનો   અભિપ્રાય લઇ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનનો વારો ગઇ કાલે પત્યા બાદ આજે ઉત્તર ગુજરાત, દ‌િક્ષણ ગુજરાત વગેરે ઝોનનો વારો છે.

અમદાવાદના ત્રણેય ધારાસભ્ય પણ વિપક્ષના નેતા માટેનો પોતાનો વ્યકિતગત અભિપ્રાય પ્રદેશ પ્રભારીને આજે આપશે, જોકે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા   કુંવરજી બાવળિયા અને પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા પરેશ ધાનાણી વચ્ચે કાંટે કી ટક્કર છે તેમ જણાવતાં સૂત્રો વધુમાં કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી   વિપક્ષના નેતાની પસંદગી કરશે અને તેમાં તેમની ગુડબુકમાં રહેનાર આગેવાનને વિપક્ષના નેતાનું પદ સોંપાશે.

You might also like