અહીંયા મૃતક શરીરની રાખમાંથી બનાવામાં આવે છે હીરા

તમને જાણીને નવાઇ લાગશે કે હાલમાં જ એક એવી ટેકનીક સામે આવી છે જેનાથી મૃત શરીરને હીરામાં બદલી શકાય છે. એના માટે એક કંપની કામ કરી રહી છે. આ કંપનીનું નામ અલગોરદાંજ છે. અલગોરદાંજનો હિંદીમાં અર્થ થાય છે યાદો.

આ કંપનીનો કારોબાર સ્વિટઝરલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રિયા સુધી ફેલાયેલો છે. આ કંપની દ્વારા કોઇ પણ પોતાના મૃત પરિવારજનોની યાદો હંમેશા માટે પોતાની સાથે સાચવીને રાખી શકે છે. આ કંપની મૃત શરીરના રાખને હીરામાં બદલી દે છે. અલગોરદાંજકંપનીને રિનાલ્ડો વિલ્લી નામનો વ્યક્તિએ બનાવ્યો છે.

રિનાલ્ડો જ્યારે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે તેમના શિક્ષકે શાકભાજીની રાખને હીરામાં બદલવા માટે જણાવ્યું હતું. ત્યારથી રિનાલ્ડોના મનમાં વિચાર આવ્યો કે જેવી રીતે શાકભાજીની રાખમાંથી હીરો બનાવી શકાય છે, એવી જ રીતે મૃત લોકોની રાખમાંથી પણ હીરો બનાવી શકાય છે. એને પોતાના વિચાર પર કામ કર્યું અને મૃતક લોકોની રાખમાંથી સિન્થેટિક હીરાને બનાવતાં પોતાની કંપની બનાવી લીધી. આ કંપની એક વર્ષમાં 850 મૃતક લોકોની રાખમાંથી હીરા બનાવે છે.

સિન્થેટિક અને રીયલ હીરામાં ખૂબ ઓછું અંતર જોવા મળી રહ્યું છે, જેને મોટાપાયા પર કોઇ ઓળખી શકતું નથી.

http://sambhaavnews.com/

You might also like