કંપનીઅે અેક રાતમાં અોનલાઈન ૩૦ હજાર લોકોને ‘ગોબર’ વેચી દીધું

નવી દિલ્હી: અત્યારે બધું જ અોનલાઈન મળે છે, ગોબર પણ. એક કંપની અોનલાઈન ગોબર વેચી રહી છે. અા કંપનીઅે માત્ર ૩૦ મિનિટમાં હજારો ક્વિન્ટલ ગોબર વેચી દીધું. અા અનોખી ઘટના અમેરિકાની છે. અહીંની કાર્ડ્સ અગેન્સ્ટ હ્યુમિનિટી કંપનીઅે પોતાની વેબસાઈટ દ્વારા અા કામ કર્યું છે. કંપનીઅે પોતાની જાહેરાતમાં સ્પષ્ટ કર્યું હતું કે તે ગોબર વેચી રહી છે, છતાં પણ ૩૦ હજાર અમેરિકી લોકોઅે ધડાધડ તેનો અોર્ડર કર્યો.

માત્ર ૩૦ મિનિટમાં જ બધું ગોબર અાઉટ અોફ સ્ટોક થઈ ગયું. અા કંપનીઅે શાનદાર બોક્સમાં પેક કરીને ડિલિવરી કરી. ગોબરના એક બોક્સની કિંમત ૩૮૪ રૂપિયા હતી. ગોબર લીધા બાદ કેટલાક લોકોઅે હતાશ થવું પડ્યું, કેમ કે તેમને તેમની ભૂલ પર ખૂબ અફસોસ થયો.

કાર્ડ્સ અગેન્સ્ટ હ્યુમિનિટી એક ગેમ બનાવનારી કંપની છે. અમેરિકામાં થેક્સ ગીવિંગ ડે બાદ શુક્રવાર બ્લેક ફ્રાઈડે તરીકે અોળખાય છે. તેની સાથે જ ક્રિસમસ શોપિંગ સિઝનની શરૂઅાત થાય છે. લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરે છે. અા મોકા પર લાભ લઈ લેવા કંપનીઅે પોતાની તમામ ગેમ સાઈટ પરથી હટાવીને માત્ર ‘બુલશિટ બોક્સ’ને સેલમાં મૂક્યું.

કંપનીઅે દલીલ કરી છે કે તેણે તમામ ગેમ સાઈટ પરથી હટાવી દીધી છે, જેથી લોકો ખોટો ખર્ચ ન કરે અને માત્ર એક જ વસ્તુ ખરીદે. લોકોઅે અા બોક્સ ખરીદતી વખતે વિચાર્યું હતું કે તેમને કોઈ સરપ્રાઇઝ મળવાની છે. તેમને સરપ્રાઇઝ તો મળ્યું, પરંતુ અલગ રૂપમાં. લોકોના ઘરમાં શાનદાર પેકિંગમાં ગોબર પહોંચ્યું ત્યારે લોકો દંગ રહી ગયા.

You might also like