કંપનીઓના નાણાકીય ગોટાળા રોકવા સરકારની કવાયત

નવી દિલ્હી: સત્યમ્ તથા કિંગ ફિશર કંપનીમાં થયેલા નાણાકીય ગોટાળા જેવા ભવિષ્યમાં ના ઊભા થાય તે માટે કેન્દ્ર સરકાર અર્લી વોર્નિંગ સિસ્ટમ દાખલ કરવાની કવાયત હાથ ધરી છે. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ-એસએફઆઇઓ તથા મિનિસ્ટ્રી ઓફ કંપનીઝ અફેર્સ વિભાગે આ અંગે તૈયારીઓ કરી છે.

કંપનીઓના પ્રોફિટમાં જો કોઇ અચાનક ઘટાડો થાય અથવા તો કંપનીમાં ખર્ચમાં પણ મોટો વધારો થાય તો આ અંગે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ કંપનીના સત્તાવાળાઓને આ અંગે સવાલ જવાબ કરી શકશે. એટલું જ નહીં કંપનીમાં કોઇ ડિરેક્ટરનું અચાનક રાજીનામું પડે તો તે અંગે પણ એસએફઆઇઓ પ્રશ્ન ઉઠાવી શકશે, જેના કારણે કંપનીમાં શું ચાલી રહ્યું છે તેની જાણ એસએફઆઇઓને તથા મિનિસ્ટ્રી ઓફ કંપનીઝ વિભાગને થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે સત્યમ્ અને કિંગ ફિશરમાં થયેલા ગોટાળાના પગલે બેન્કોને તથા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
http://sambhaavnews.com/

You might also like