કેટલીય કંપનીઓની માર્કેટ કેપ વર્ષ ૨૦૦૮થી નીચે

અમદાવાદ: પાછલા વર્ષની શરૂઆતે બેન્ચમાર્ક સૂચકઆંક સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો અને વર્ષ ૨૦૦૮ના ઉચ્ચ સ્તરથી એક અંદાજ મુજબ ૨૦ ટકા ઉપર જોવા મળ્યો હતો, પરંતુ બીએસઇ ૫૦૦માં સામેલ ૧૪૭થી વધુ કંપનીની માર્કેટ કેપ જાન્યુઆરી ૨૦૦૮ના શેરની કિંમતની સરખામણીએ નીચી છે, જેમાં સેન્સેક્સમાં સામેલ આઠ મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ, એલએન્ડટી, ભેલ, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્ક સામેલ છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બીએસઇ ૫૦૦માં સામેલ ૪૨૫ કંપનીઓમાંથી ૧૪૭ કંપનીઓના શેર ૮ જાન્યુઆરી, ૨૦૦૮ની સરખામણીએ નીચા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં લેહમેન ક્રાઇસિસ પૂર્વે શેરબજાર ઊંચાઇ પર હતું.

જે કંપનીઓની ૯૦ ટકાથી વધુ માર્કેટ કેપ ધોવાઇ છે તેમાં યુનિટેક, એમએમટીસી, જેપી એસોસિયેટ્સ, સુઝલોન એનર્જી, જેપી પાવર વેન્ચર્સ, પુંજ લોઈડ, ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, હિંદુસ્તાન કોપર, ડીએલએફ, રિલાયન્સ કોમ્યુનિકેશન, જીવીકે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓની માર્કેટ કેપ ધોવાઇ ગઇ છે.

You might also like