ચાલુ વર્ષે L&T ઈન્ફોટેક અને ટેક્નો., ICICI સહિત આઠ IPOમાં રોકાણકારો ધોવાયા

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં રિટર્ન આપવાની બાબતમાં શેરબજારમાં નિરાશા જોવા મળી છે, જોકે આઇપીઓ બજારમાં તેનાથી તદ્દન ઊલટું જોવા મળ્યું છે. વર્ષ ૨૦૧૬માં ૨૬ આઇપીઓ આવ્યા હતા, જેમાંથી ૭૦ ટકા આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન છૂટ્યું છે, જોકે એલએન્ડટી ઇન્ફોટેક, એલએન્ડટી ટેક્નો., આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ સહિત આઠ આઇપીઓમાં રોકાણકારો ધોવાઇ ગયા છે.
૪ ઓક્ટોબરે લિસ્ટ થયેલ એચપીએલ ઇલેક્ટ્રિક આઇપીઓમાં કંપનીએ શેર રૂ. ૨૦૨ના ભાવે ઈશ્યૂ કર્યો હતો. ગઇ કાલે રૂ. ૧૦૧.૩૫ના ભાવે બંધ થયો હતો. આમ, ૪૯ ટકા નીચા ભાવે શેર ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

એ જ પ્રમાણે એલએન્ડટી ટેક્નોલોજી કંપનીના આઇપીઓનું ૨૩ સપ્ટેમ્બરે લિસ્ટિંગ થયું હતું. આ શેર ઇશ્યૂ પ્રાઇસથી ૮.૫૨ ટકા નીચા ભાવે ટ્રેડિંગમાં છે, જ્યારે ૨૧ જુલાઇએ લિસ્ટિંગ થયેલ એલએન્ડટી ઇન્ફોટેક કંપનીનો શેર પણ ઇશ્યૂ પ્રાઇસથી ૪.૧૬ ટકા નીચા ભાવે ટ્રેડિંગમાં છે. કંપનીએ રૂ. ૭૧૦ના ભાવે શેર ઇશ્યૂ કર્યો હતો. આ શેર ગઇ કાલે છેલ્લે રૂ. ૬૮૦.૪૫ના ભાવે બંધ થયો હતો, જ્યારે ૨૯ સપ્ટેમ્બરે આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ કંપનીનો શેર લિસ્ટ થયો હતો. રોકાણકારો આ કંપનીના આઇપીઓમાં પણ ધોવાયા છે. શેર ઇશ્યૂ પ્રાઇસથી ૪.૮૫ ટકા નીચા ભાવે ટ્રેડિંગમાં છે.

પ્રાઇમરી બજારમાં જાણકારોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ૨૬ આઇપીઓ આવ્યા હતા, જેમાં કંપનીએ રૂ. ૨૬ હજાર કરોડથી વધુ એકઠા કર્યા હતા, જે પાછલા વર્ષની સરખામણી કરતાં બમણી રકમ છે. તેઓના કહેવા પ્રમાણે આગામી વર્ષે બીએસઇ-એનએસઇના આઇપીઓની સાથે બે ડઝનથી વધુ કંપનીના આઇપીઓ આવી શકે છે.

વર્ષ ૨૦૧૬માં આવેલા આ IPOમાં રોકાણકારો ધોવાયા

કંપનીનું નામ

ટકાવારીમાં ઘટાડો
એચપીએલ ઈલેક્ટ્રિક ૪૯.૮૩ ટકા
ક્વિક હિલ ૧૮.૦૧ ટકા
પ્રિસિસન કેમશાફ્ટ ૧૬.૯૯ ટકા
જીએનએ એકસ્લેસ ૧૦.૨૭ ટકા
વરુણ બેવરે‌િજસ ૮.૯૩ ટકા
એલએન્ડટી ટેક્નો. ૮.૫૨ ટકા
ICICI પ્રૂડેન્શિયલ ૪.૮૫ ટકા
એલએન્ડટી ઇન્ફોટેક ૪.૧૬ ટકા

 

http://sambhaavnews.com/

 

You might also like