કંપનીઓની પ્રથમ છ મહિનામાં રૂ. ૨૫ હજાર કરોડના શેરની પુનઃ ખરીદી

મુંબઇ: શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ માસમાં રેકોર્ડ રૂ. ૨૫,૦૦૦ કરોડના શેરની પુનઃ ખરીદી કરી હતી, જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ પાંચ ગણી વધુ છે. વાસ્તવમાં આ પુનઃ ખરીદી રકમ પાછલાં પાંચ વર્ષના પ્રથમ છ માસના કુલ પુનઃ ખરીદીની રકમ કરતાં વધુ છે. આ વધારો એવા સમયે જોવા મળી રહ્યો છે કે જ્યારે સેન્સેક્સમાં આ ગાળામાં ૨૦ ટકા સુધારો નોંધાયો હોય.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે કંપનીઓ બાયબેક મંદીના બજારના સમયગાળામાં કરતી હોય છે, જ્યારે શેરની કિંમતમાં મોટો ઘટાડો નોંધાતો હોય છે ત્યારે ઘટતી જતી કિંમતને સપોર્ટ કરવા કંપનીઓ તેમના શેરની ખરીદીનું પગલું ભરવાનો નિર્ણય કરતી હોય છે.

આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસએ ચાલુ વર્ષે શેરધારકો પાસેથી રૂ. ૧૬ હજાર કરોડના શેરની ખરીદી કરી છે. એ જ પ્રમાણે વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઇન્ફોસિસે પણ રૂ. ૧૩ હજાર કરોડની આ માટે ફાળવણી કરી છે.
http://sambhaavnews.com/

You might also like