કર્મચારીએ કંપનીનો ડેટા ચોરી અન્ય કંપનીને વેચી દીધો!

અમદાવાદ: આંબાવાડી વિસ્તારમાં પંચવટી ચાર રસ્તા નજીકનાં થર્ડ આઈ કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં કામ કરતાં કર્મચારીએ તેની કંપનીનો ડેટા અન્ય કંપનીને એવી કંપની સાથે છેતરપિંડી આચરતાં આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી યુવકની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાણીલીમડા વિસ્તારમાં આવેલી રાજેન્દ્રપાર્ક સોસાયટીમાં કિરણભાઈ રમણલાલ પરીખ રહે છે. કિરણભાઈ આંબાવાડીનાં પંચવટી ચાર રસ્તા નજીક આવેલાં થર્ડ આઈ કોમ્પ્લેકસમાં આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. આ જ કંપનીમાં હરિયાણાના ફતેપુરાના રહેવાસી પંકજ સુરેન્દ્રભાઈ રાહેજા નોકરી કરતો હતો.

પંકજ રાહેજાએ કંપનીની જાણ બહાર કંપનીનો મહત્ત્વનો ડેટા મેળવી લઈ અને અન્ય કંપનીને આપી દીધો હતો. કંપનીનો ડેટા અન્ય કંપનીને આપવાનું કંપનીના નિયમ વિરુદ્ધ હોવા છતાં પંકજ રાહેજાએ કંપનીનો ડેટા આપી દઈ વિશ્વાસઘાત કરતાં કિરણભાઈએ આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગત રાત્રે  આરોપી યુવકની અટકાયત કરી લીધી હતી.

You might also like