કંપનીઓની બાયબેકની નીતિરીતિ સામે સેબીની ચિંતા

મુંબઇ: શેરબજાર નિયમન એજન્સી સેબીએ કંપનીઓ દ્વારા બાયબેકના વધતા ચલણ સામે ચિંતા વ્યક્ત કરી છે. પાછલાં બે વર્ષમાં કંપનીઓના બાયબેકમાં મોટો વધારો નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ૨૦ કોર્પોરેટ કંપનીઓએ એક અંદાજ મુજબ રૂ. ૨૩,૫૦૦ કરોડના શેરની પુનઃ ખરીદી કરી છે, જે આરંભિક ભરણાની રકમ આઇપીઓ દ્વારા એકઠી થયેલી રૂ. ૧૦ હજાર કરોડની મૂડીની સામે ૨.૩ ગણી વધુ છે. પ્રાઇમ ડેટા બેઝ કંપનીના જણાવ્યા પ્રમાણે પાછલા નાણાકીય વર્ષમાં ૪૯ કંપનીઓ દ્વારા રૂ. ૩૩,૯૩૧ કરોડના શેર બાયબેક દ્વારા ખરીદ્યા હતા, જ્યારે તેની સામે ૨૫ આઇપીઓ દ્વારા રૂ. ૨૮,૨૨૫ કરોડની રકમ કંપનીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી.

કંપનીઓ દ્વારા શેરની પુનઃ ખરીદી કરવામાં આવતાં બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શેરની સંખ્યામાં ઘટાડો થતો હોય છે તો બીજી બાજુ આઇપીઓ તથા અન્ય માધ્યમ થકી ઊભી થતી મૂડી દ્વારા શેરની સંખ્યામાં વધારો થવામાં મદદ મળે છે.
નોંધનીય છે કે ઇન્ફોસિસ કંપની રૂ. ૧૩ હજાર કરોડના શેરની પુનઃ ખરીદી કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રેકોર્ડબ્રેક શેરની પુનઃ ખરીદી થઇ શકે છે. અત્યાર સુધીમાંં રૂ. ૨૩,૫૦૦ કરોડના શેરની પુનઃ ખરીદી થઇ ચૂકી છે.

You might also like