કંપનીઓ દ્વારા શેરમાં બાયબેકની પ્રવૃત્તિ વધી

મુંબઇ: નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં કંપનીઓ દ્વારા શેરમાં બાયબેકની પ્રવૃત્તિ વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦ કરતાં પણ વધુ કંપનીઓએ શેરને બાયબેક કરવાની જાહેરાત કરી દીધી છે. આ રીતે એક અંદાજ મુજબ રૂ. ૨૦ હજાર કરોડ કરતાં વધુના શેરની ખરીદી કરશે. પાછલા મહિને એનએમડીસી અને મોઇલ જાહેર ક્ષેત્રની કંપનીઓ સહિત સાત કંપનીઓએ શેરને બાયબેકની મંજૂરી આપી દીધી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે બજેટમાં ડિવિડન્ડ ઉપર ૧૦ ટકાનો વધારાનો ટેક્સ લગાવવાના કારણે કંપનીઓ દ્વારા શેરમાં બાયબેક કરવાની પ્રવૃત્તિ વધી છે.

You might also like