સરકારે ઘણીબધી કંપનીઓનું રજીસ્ટ્રેશન કર્યું રદ્દ….જાણો વિગત

મુંબઇ: સરકારે ૨.૨૪ લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કર્યું છે, જેમાંથી ૧.૩૦ લાખ કંપનીઓ પાસે પાન નંબર ન હતો. તેમ છતાં આ કંપનીઓએ કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું કંપની બાબતોના વિભાગ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે. વિભાગના જણાવ્યા પ્રમાણે માત્ર ૯૩ હજાર કંપનીઓ પાસે જ પાન નંબર હતો. રૂ. ૫૦ હજારથી વધુના નાણાકીય વ્યવહાર માટે પાન નંબર ફરજિયાત છે.

તેમ છતાં આ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરાતાં આવી કંપનીઓને હવે શોધી કાઢવી મુશ્કેલરૂપ બની રહ્યું છે. કંપની બાબતોના વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મોટા વ્યવહારો થયા હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું છે.

કંપની રજિસ્ટ્રારનું કહેવું છે કે આ કંપનીઓએ ‘ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ’ દાખલ કર્યું ન હતું. તેથી આ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. દરમિયાન કંપની બાબતોના વિભાગ સામે એ પણ સમસ્યા છે કે કેટલીય બેન્કોએ હજુ સુધી જાણ કરી નથી કે જે કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ થયું છે એવી કંપનીઓએ નોટબંધી બાદ કેટલા નાણાકીય વ્યવહારો કર્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વિભાગને આ અંગેની હજુ સુધી કોઇ જાણકારી પૂરી પાડી નથી.

You might also like