સાત ત્રિમાસિક ગાળામાં કંપનીઓનું પર્ફોર્મન્સ ઊંચું જોવાશે

મુંબઇ: જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળાના પરિણામની મોસમ ચાલુ સપ્તાહથી શરૂ થઇ રહી છે. આ સપ્તાહમાં ઇન્ફોસિસનું પરિણામ આવનાર છે ત્યારે મોટા ભાગના બ્રોકરેજ હાઉસના મત મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક સમયગાળામાં આઇટી અને એફએમસીજી કંપનીઓના પર્ફોર્મન્સમાં સુધારો જોવાઇ શકે છે તો બીજી બાજુ બેન્કિંગ સેક્ટરની કંપનીઓનું પરિણામ નબળું આવવાનો મત વ્યક્ત કરાયો છે.

બીએસઇ સેન્સેક્સની ૩૦ કંપનીઓનો જાન્યુઆરીથી માર્ચ મહિનાનો ચોખ્ખો નફો પાછલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ ૧૪.૬ ટકા વધવાનું અનુમાન છે. પાછલા સાત ત્રિમાસિક સમયગાળામાં સેન્સેક્સની કંપનીઓની આવકમાં પણ વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાઇ રહ્યો છે. ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ કંપનીઓનું પરિણામ સારું આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. તો બીજી બાજુ બેન્કોની વધતી જતી એનપીએને કારણે બેન્કોની બેલેન્સશીટ પણ નબળી આવવાની શક્યતા વ્યક્તકરાઇ છે.

You might also like