મંદી માટે દેવા તળે ડૂબેલી કંપનીઓ જવાબદાર

મુંબઈ:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે દુનિયાભરમાં કંપનીઓની ઉત્પાદકતામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકાર આવી કંપનીઓને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવામાં સફળ થઈ રહી નથી, એટલું જ નહીં નબળી કંપનીઓને આર્થિક સપોર્ટ આપવાના કારણે પણ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે.
આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજનના જણાવ્યા પ્રમાણે એક બાજુ માગમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી બાજુ કંપનીઓ ઉત્પાદકતામાં ધીમી વૃદ્ધિ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દુનિયામાં જે મંદી જોવા મળી રહી છે તે માટે દેવા તળે ડૂબેલી કંપનીઓ જવાબદાર છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા કેટલીક કંપનીઓને જેટલી જરૂરિયાત હોય તેના કરતાં પણ વધુ આર્થિક સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે તેની સામે સવાલ છે.

You might also like