કોમનવેલ્થ ગેમ્સમાં ૨૪ વર્ષ બાદ ક્રિકેટની વાપસી!

લંડનઃ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨ની યજમાની જો બર્મિંગહમને મળશે તો આ રમતોત્સવમાં પુરુષ ક્રિકેટની વાપસી થઈ શકે છે. ડર્બને નાણાકીય અને રાજકીય વિવાદને કારણે યજમાનીની દાવેદારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યાર બાદ રમતોત્સવની યજમાની માટે બ્રિટન સરકારે બર્મિંગહમને હરાજી માટે આમંત્રિત કર્યું છે.

ડર્બનમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું. વોર્વિકશાયરના મુખ્ય કાર્યકારી અધિકારી અને બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સની હરાજી કંપનીના સભ્ય નીલ સ્નોબલે એ વાતની પુષ્ટિ કરી છે કે તેમનો ઉદ્દેશ આઇસીસી અને ઈસીબી સાથે મળીને ક્રિકેટને સામેલ કરવાનો છે. કોમનવેલ્થમાં ક્રિકેટનું ફોર્મેટ ટી-૨૦નું રહેશે.
મેચ એજબેસ્ટન અને વર્સેસ્ટશાયરના ન્યૂ રોડ હોમમાં રમાશે. યજમાની રેસમાં ફક્ત બર્મિંગહમ જ સામેલ નથી, બલકે કેનેડા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયાના શહેર પણ સામેલ છે. લીવરપુલ શહેરે પણ યજમાની કરવામાં રુચિ દાખવી છે.

હરાજી માટે બ્રિટન સરકારને આવેદન મોકલવાની અંતિમ તારીખ ૨૮ એપ્રિલ છે. આ અંગેનો અંતિમ નિર્ણય જુલાઈમાં લેવાશે. ઈસીબીએ પહેલાં પણ આ રમતોત્સવમાં ક્રિકેટને સામેલ કરવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) તરફથી સમર્થન મળશે કે કેમ તે નક્કી નથી. ઈંગ્લેન્ડ ૨૦૨૨માં ભારતની યજમાની કરવાનું છે, જેના કારણે ભારત-ઈંગ્લેન્ડની આ રમતોત્સવમાં ભાગ લેવાની શક્યતાઓ વધુ છે.

મલેશિયામાં ૧૯૯૮માં યોજાયેલા કોમનવેલ્થ રમતોત્સવમાં ઈંગ્લેન્ડે પોતાની ક્રિકેટ ટીમ મોકલી નહોતી. એવું પહેલી વાર બન્યું હતું, જ્યારે કોમનવેલ્થમાં ક્રિકેટની રમતને સામેલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આવું ફરીથી બની શક્યું નહીં. ૧૯૯૮ના એ રમતોત્સવમાં દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને અનિવાર્યપણે સામેલ કરવામાં આવનાર ગેમ્સની યાદીમાં સ્થાન નથી, પરંતુ જેમાં યજમાન દેશ પસંદગી કરી શકે એવી વૈકલ્પિક ગેમ્સની યાદીમાં ચોક્કસપણે ક્રિકેટની રમતનો સમાવેશ થયેલો છે.
http://sambhaavnews.com/

You might also like