સામાન્ય પેઈન કિલર્સથી મેદસ્વિતાનું જોખમ બમણું થઈ જાય

શરીરની પીડા જ્યારે અસહ્ય થઈ જાય ત્યારે પેઈન કિલર લેવામાં છોછ ન રાખવો જોઈએ, પરંતુ એની નિયમિત આદત પણ ન પાડવી જોઈએ. જે લોકો નિયમિતપણે ઓવર ધ કાઉન્ટર મળતી પેઈન કિલર ગોળીઓ લીધે રાખે છે તેઓ મેદસ્વી થઈ જાય એવી સંભાવના બમણી હોય છે. બ્રિટનની ન્યૂ કેસલ યુનિવર્સિટીના નિષ્ણાતોનું માનવું છે કે આમ થવાનું કારણ આ દવાઓથી વ્યક્તિની ઊંઘ ખલેલભરી થાય છે એ હોઈ શકે.

છેલ્લાં દસ વર્ષમાં જૂનું અને ઝીણું પેઈન દબાવવા માટે ઓપિઓઈડ્સ, એન્ટિ-ડિપ્રેશન્ટ અને અન્ય પેઈન કિલર્સ ગોળીઓ દરદીને આપવાનું પ્રમાણ વધ્યું છે. નિષ્ણાતોએ તારવ્યું છે કે દરદીઓએ બને ત્યાં સુધી આ પ્રકારની દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. પેઈન કિલર તરીકે વપરાતી કેટલીક દવાઓ ઊંઘની ક્વોલિટી નબળી કરી દે છે. એને લીધે સાઉન્ડ સ્લીપ ઘટી જાય છે અને લાંબા ગાળે મોટાપાની સમસ્યા વકરે છે.

You might also like