કપાસનું ઉત્પાદન પાંચ વર્ષના તળિયેઃ રાજ્યમાં પાકની પેટર્ન બદલાઈ

અમદાવાદ: દેશમાં કપાસનું ઉત્પાદનમાં પાંચ વર્ષના તળિયે પહોંચી ગયું છે. ઓક્ટોબર ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૬માં કપાસના ઉત્પાદનમાં ૧૨.૪૪ ટકાનો ઘટાડો આવી શકે છે. રાજ્યનાે ખેડૂત મગફળી તથા અન્ય પાક તરફ વળતાં કપાસનો પાક ઓછો આવી રહ્યો છે. નોંધનીય છે કે પાછલાં વર્ષે રાજ્યમાં ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે ખેડૂતોને કપાસમાં ભારે નુકસાની સહન કરવી પડી હતી.

કપાસ સલાહકાર બોર્ડના અંદાજ પ્રમાણે દેશમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ૩૩૮ લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે, જે પાછલે વર્ષે ૩૮૬ લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં ચાલુ સિઝનમાં કપાસનાં ઉત્પાદનમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાઇ ૯૪ લાખ ગાંસડીનું ઉત્પાદન રહેવાનું અનુમાન છે. દરમિયાન કપાસની નવી આવકના નબળા અંદાજને કારણે કપાસના ભાવમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં ૩૫ ટકાથી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે.

કોમોડિટી કારોબારીઓના જણાવ્યા પ્રમાણે એક બાજુ વિવિધ દાળ અને મગફળીના ઊંચા ભાવના કારણે ખેડૂતો પરંપરાગત વાવણી પેટર્ન બદલી રહ્યા છે અને આ પાકની વાવણી તરફ વળ્યા છે, જેમાં કપાસનું વાવેતર ઘટી રહ્યું છે.

You might also like