કોમોડિટી એક્સચેન્જમાં નવી પ્રોડક્ટ આવશે

મુંબઇ: સેબી કોમોડિટી એક્સચેન્જમાં નવી પ્રોડક્ટ લાવવા સંબંધે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આગામી સપ્તાહે આ સંદર્ભે એક બેઠક મળી રહી છે, જેમાં કોમોડિટી, ડેરીવેટિવ્ઝ બજાર માટે નવી પ્રોડક્ટ શરૂ કરી શકાય છે. આગામી સપ્તાહે ૧૧ એપ્રિલે સેબીની આ અંગે એક બેઠક મળી રહી છે.

સેબીના જાણકારોના જણાવ્યા પ્રમાણે કોમોડિટી બજારમાં કારોબારની વર્તમાન વ્યવસ્થા અંતર્ગત પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે કોમોડિટી કારોબારીઓને તેનો ભોગ બનવું પડી રહ્યું છે. આવા સંજોગોમાં કોમોડિટી કારોબારમાં નવી ડેરીવેટિવ્ઝ પ્રોડક્ટ અંતર્ગત ઓપ્શન અને ઇન્ડેક્સ ફ્યુચરના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. જેના કારણે બજારમાં પ્રવાહિતામાં વધારો થાય તેવો મત કોમોડિટી કારોબારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

You might also like