કોમોડિટી એક્સચેન્જે કેટલીક કોમોડિટી ઉપર માર્જિન વધાર્યું

મુંબઇ: અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સએ કેટલીક કોમોડિટીએ માર્જિનમાં વધારો કર્યો છે. જીરું, હળદર, ધાણા તથા ગુવાર ગમ જેવી કોમોડિટી ઉપર માર્જિનમાં વધારો કર્યો છે. ગુવાર ગમ પર ૭.૬૮ ટકાની જગ્યાએ માર્જિન વધારીને ૧૦.૮૫ ટકા કરાયું છે, જ્યારે જીરા પર આઠ ટકાથી વધુ માર્જિન ચૂકવવું પડી શકે છે.

નોંધનીય છે કે આ અગાઉ ચણાના વધતા જતા ભાવને અંકુશમાં મૂકવા માટે સેબીએ ચણા ઉપર માર્જિન વધાર્યું હતું તેમ છતાં વાયદાના વધતા કારોબારને લઇને નવા વાયદા કોન્ટ્રાક્ટ ઉપર પ્રતિબંધ મૂકવા સુધીનું પગલું ભર્યું હતું. વાયદામાં વધતા ભાવ અટકશે? તેવો મત કોમોડિટી કારોબારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

You might also like