બ્રાન્ડેડ અનાજ વેચનાર વેપારીઓ મુશ્કેલીમાં

અમદાવાદ: સરકારે બ્રાન્ડેડ અનાજ પર પાંચ ટકા જીએસટી લાદયો છે, જ્યારે બ્રાન્ડ વગર ખુલ્લામાં વેચાતાં અનાજ પર કોમન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ મુક્તિ આપવામાં આવી છે, જેના પગલે બ્રાન્ડેડ અનાજ વેચતા વેપારી નવી વ્યવસ્થાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેઓનું માનવું છે કે આ પ્રકારની વ્યવસ્થાથી બ્રાન્ડેડ ચીજવસ્તુઓના ભાવ વધશે એટલું જ નહીં સ્ટોક વેચવો પણ મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે તથા બ્રાન્ડેડ અનાજનો કારોબાર બંધ કરવાનો વારો આવી શકે છે, જેના પગલે વેપારીઓએ નવી ખરીદી બંધ કરી દીધી છે એટલું જ નહીં હાથ પરનો સ્ટોક પણ ડિસ્કાઉન્ટમાં વેચી રહ્યા છે.

સ્થાનિક કાલુપુર હોલસેલ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ૧ જુલાઇથી જીએસટી અમલમાં આવી રહ્યો છે. સરકારે બ્રાન્ડેડ અનાજ પર પાંચ ટકા જીએસટી લાદવાની જાહેરાત કરી છે તેનાથી વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.

વિવિધ કઠોળના ભાવ તૂટ્યા
સ્થાનિક બજારમાં હોલસેલ વેપારીઓ દ્વારા અનાજ સહિત કઠોળનો વિવિધ સ્ટોક હળવો કરાતા કઠોળના ભાવમાં પાછલા એક મહિનામાં ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચણા, તુવેરદાળના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ચણા રૂ. ૭૦થી ૮૦
ચણાદાળ રૂ. ૭૫થી ૮૫
મગ ફોતરાંવાળી દાળ રૂ. ૬૦થી ૭૦
મગની મોગરદાળ રૂ. ૬૫થી ૭૫
મગ રૂ. ૬૭થી ૭૭
તુવેરદાળ તેલવાળી રૂ. ૬૫થી ૭૫
તુવેરદાળ પ્લેન રૂ. ૬૦થી ૭૦
ચણા કાબુલી રૂ. ૧૫૦થી ૧૬૦
(ભાવ પ્રતિકિલો)
http://sambhaavnews.com/

You might also like