ગળેફાંસો અાપી યુવાનની હત્યાનો પ્રયાસ

અમદાવાદ: સરદારનગરમાં એક યુવાનને ગળેફાંસો અાપી બે મહિલા સહિત ચાર વ્યક્તિએ હત્યાનો પ્રયાસ કરતા અા ઘટનાને ભારે ચકચાર જગાવી છે. કુબરનગર વિસ્તારમાં ડી-વોર્ડ ખાતે રહેતો પલક પરષોત્તમભાઈ ધવલ નામનો ૧૯ વર્ષનો યુવાન શનિદેવ મંદિરથી એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે જૂની અદાવતના કારણે ભાનુબહેન, સુમનબહેન, હશિયાભાઈ અને લોટિયા નામના શખસે તેને રોકી ગડદાપાટુંનો માર મારી ગળેફાંસો અાપી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like