નલિયાકાંડ મુદ્દે સમિતિની રચના થઇ, પ્રદિપ સિંહ જાડેજાએ તપાસની આપી ખાતરી

અમદાવાદ: કચ્છના નલિયા દુષ્કર્મકાંડનો મામલો દેશભરમાં ગાજ્યો છે ત્યારે નલિયાકાંડ મુદ્દે પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું છે કે નલિયાકંડમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. આ ઉપરાંત જેટલા લોકો આ મુદ્દામાં ભાગીદાર છે એ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંડોવાયેલા તમામ લોકોના કોલ ડીટેલ્સની પણ તપાસ કરવામાં આવશે.

અગાઉ વિધાનસભાના બજેટસત્રમાં કોંગ્રેસ રાજ્ય સરકાર પર હલ્લાબોલ કર્યો હતો. તેમદ બેટી બચાવો રેલી પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત શંકર સિંહ વાઘેલાએ પણ આ મુદ્દાને હાઇકોર્ટના સીટિંગ જજના નિરીક્ષણ હેઠળ તપાસ કરાવવા માંગણી કરી હતી અને ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે બાપુ કહેશે તેમ કરીશું આવી ખાતરી આપી હતી.

જો કે આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે નલિયાકાંડમાં રાજ્ય સરકાર કોઇને છોડશે નવહીં. જે પણ લોકો સંડોવાયેલા છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like