ક્વેટા હૂમલાની તપાસ કરી રહેલ પંચે કહ્યું આતંકવાદ મુદ્દે પાક. પાખંડ બંધ કરે

નવી દિલ્હી : પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલા પંચને પ્રતિબંધિત આતંકવાદી જુથો સાથે સંબંધના મુદ્દે નવાઝ શરીફ સરકારની ટીકા કરી છે. પાકિસ્તાન અખબાર ડોને આ રિપોર્ટ આપ્યો છે. ક્વેટામાં આ વર્ષે ઓગષ્ટમાં થયેલા આત્મઘાતી હૂમલાની તપાસ માટે બનેલા પંચે પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે આતંકવાદનાં મુદ્દે પાકિસ્તાનને પોતાના વાખંડી વલણને બંધ કરવું જોઇએ.

પંચના અધ્યક્ષતા કરનારા જજે કહ્યું કે આતંકવાદી સંગઠનો પર તત્કાલ પ્રતિબંધ લગાવવો જોઇએ. એવા સંગઠનો વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદો માત્ર કહેવા માટે નહી પરંતુ સાચી ભાવના સાથે લાગુ કરવો જોઇએ. પંચને પોતાનાં રિપોર્ટમાંક હ્યું કે જો પાકિસ્તાન શાંતિ અને અલગ અલગ ધર્મો વચ્ચે સદ્ભાવ ઇચ્છે છે તો કાયદા અને સંવિધાનને ફરીથી સ્થાપિત કરવો પડશે.

ડોનનાં અનુસાર પંચે 21 ઓક્ટોબરે ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાનની 3 પ્રતિબંધિત સંગઠનોના વડા સાથે મુલાકાતને દુર્ભાગ્યપુર્ણ ગણાવી હતી. ખાને સિપાતી સહાબા પાકિસ્તાન, મિલ્લત એ ઇસ્લામિયા અને અહલે સુન્નત વલ જમાતનાં પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. આ ત્રણેય સંગઠનો પ્રતિબંધિત છે.

You might also like