વેટ સમાધાન યોજના ટૂંકમાં જાહેર થાય તેવી શક્યતા

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વેટના વિવાદિત કેસોમાં ડિપાર્ટમેન્ટ અને વેપારી વચ્ચે સમાધાન કરી આપવાની વેટ સમાધાન યોજના ટૂંકમાં જાહેર થાય તેવી શક્યતા છે. વેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે એપેલેટ ઓથોરિટી સમક્ષ વેટના વિવાદના પડતર હજારોની સંખ્યામાં કેસોનો ઉકેલ આવવાની ધારણા છે. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી અટવાયેલા આ કેસોના કારણે ડિપોર્ટમેન્ટના કરોડ રૂપિયા વિવાદિત કેસોમાં ફસાયા છે. વેટ સમાધાન યોજનાના કારણે અટવાયેલા કરોડો રૂપિયાની ડિપાર્ટમેન્ટને આવક થવાની પણ શક્યતા છે.

ડિપાર્ટમેન્ટના જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી દિવસોમાં જીએસટી આવે તે પૂર્વે એપેલેટ ઓથોરિટી સમક્ષ વિવાદિત કેસોનું ભારણ ઘટાડવા તથા ડિપાર્ટમેન્ટને સમાધાન યોજનાના ભાગરૂપે આવક થાય તેને ધ્યાનમાં લઈને સરકારે આ પ્રકારની કવાયત હાથ ધરી છે.

આ પ્રકારના વિવાદિત કેસો કે જેમાં વેપારી દ્વારા ટેક્સની ચૂકવવા પાત્ર થતી રકમ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની રહેશે તથા વેપારીને ૨૫ ટકા પેનલ્ટી લગાવી કેસ સંબંધે સમાધાન કરી માફ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં અપીલમાં ચાલી રહેલા કેસને પણ આ સમાધાન યોજનાનો લાભ આપવામાં આવી શકે છે. વિભાગની આ પ્રકારની કવાયતથી વિવાદિત કેસોનું ભારણ ઘટશે.

You might also like