હાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ

જામનગરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો થાય તો તે ખરેખર યોગ્ય રીતે થવો જોઈએ. પરંતુ કેટલાંક લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવાં જ જામનગરનાં એક વ્યક્તિને પોલીસે ઝડપીને જાહેરમાં માફી મંગાવી હતી. જામનગરનાં પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવાઇ હતી.

જીતુ હરસોડા નામનાં આ શખ્સ અને તેનાં એક અન્ય સાથી રેનીશ પટેલે પાટીદાર સમાજ અને હાર્દિક પટેલ સામે ફેસબુકમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે મતભેદ ઉભાં થાય તે પ્રકારનાં શબ્દો વાપર્યાં હતાં. ત્યારે આ બંને શખ્સો સામે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like