રાજકોટમાં તંત્ર આવ્યું હરકતમાં, જર્જરિત ઇમારતોનો સરવે કરવા આદેશ, જુઓ Video

અમદાવાદમાં ગઇકાલે બનેલી દૂર્ઘટના બાદ રાજકોટમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં મકાનનો સર્વે કરવાનો આદેશ અપાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરવા આદેશ કર્યો છે.

જ્યારે એમાં જરૂર પડે તો નોટિસ આપીને મકાન ખાલી કરાવવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બાંધકામ અને ફાયરબ્રિગેડ વિભાગને આદેશ આપ્યા છે. રાજકોટમાં વીટીવીની ટીમ દ્વારા આવાસ યોજનાના મકાનોનું રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે જ અમદાવાદના ઓઢવમં સરકારી આવાસમાં દૂર્ઘટના ઘટી હતી. જર્જરિત થયેલા 32 સરકારી આવાસો ધરાશાયી થતા્ અફરાતફરી સર્જાઇ હતી. પરંતુ સવાલ એ છે કે આવી દૂર્ઘટના સમયે જ તંત્રની આંખો ખૂલે છે.

અમદાવાદની જેમ રાજકોટમાં પણ સરકારી આવસો જર્જરિત હાલતમાં છે અને તંત્ર જાણે કોઇ દૂર્ઘટનાની રાહ જોઇને બેઠું હોય તેમ હાલમાં કોઇ કાર્યવાહી કરતું નથી.

1995માં શહેરના આકાશવાણી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 792 ફલેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાના મોટા ભાગના આવાસો જર્જરિત હોવા છતાં હજુ સુધી આ આવસોના રિડેવલોપમેન્ટનો પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી.

You might also like