કોમન મેને પોલીસવાળાનો નિયમ ભંગ કરવા બદલ ઉધડો લીધો, વીડિયો થયો વાયરલ

પોલીસ અધિકારીઓ પોતાના હોદ્દા અને રૂઆબના પગલે સામાન્ય માણસને ધમકાવતા હોય તેવી વીડિયો તો આપણ અનેક જોયા હશે, પરંતુ ક્યારેક ઘટનાઓ ઉલટી પણ બની શકે છે.

આવું જ કંઈક સુરતમાં થયું છે, જ્યાં એક કોમન મેને પોલીસવાળાને ખખડાવી નાખ્યા છે. ઘટના એવી છે કે, સુરતમાં BRTSની લેનમાં ટ્રાફિક સર્કલ-1ના પોલીસ ઈન્સ્પેક્ટર આમ.આર.નકુમ પોતાની ગાડી ચલાવી રહ્યા હોય છે, ત્યારે તેમની ભૂલ બદલ એક સામાન્ય માણસ તેમને ખખડાવી નાખે છે.

નિયમ પ્રમાણે બીઆરટીએસના રૂટમાં પર્સનલ વાહનો ચલાવી શકાતા નથી, એવામાં જો કોઈ વાહનચાલક પોતાનું વાહન બીઆરટીએસ લાઈનમાં ચલાવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને કોર્ટમાં ઢસડી જવામાં આવે છે.

જો કે પોલીસ ઈન્સ્પેક્ટર નકુમ દ્વારા પણ બીઆરટીએસ લાઈનમાં પોલીસની ગાડી ચલાવવાથી નિયમનો ભંગ થયો હોવાનું કહી કોમન મેન તેમને બરાબરનો પાઠ ભણાવી રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં કોમનમેન પોલીસ ઇન્સ્પેટરને કહી રહ્યો છે કે, જો સામાન્ય માણસ બીઆરટીએસ લેનમાં પોતાનું વાહન ચલાવે તો પોલીસવાળા તેને પકડીને દંડ ફટકારે છે, તો પોલિસવાળા બીઆરટીએસમાં વાહન ચલાવે તેનું શું? એવી દલીલ સાથે કોમન મેન પોલીસ ઇન્સ્પેટરને પોતાની ફરજ યાદ અપાવે છે. જો કે પોલીસ ઈન્સ્પેક્ટર નકુમ ઈમરજન્સીમાં હોય તેવું કહી રહ્યા છે.

You might also like