કોમેડી-ધમાલનો ‘પાસપોર્ટ’

મને આ ફિલ્મ ખૂબ જ ગમી છે. ફિલ્મમાં વિલન આશિષ વશી અને મુખ્ય લીડ રોલ કરનાર મલ્હાર ઠાકરની એક્ટિંગ સરસ છે આ ફિલ્મની કોમેડી મને બહુ જ ગમી છે, આ ફિલ્મ ને 2.5 સ્ટાર આપીશ.ખુશબૂ ભટ્ટ, ઓઢવ

ફિલ્મમાં હ્યુમર, ડ્રામા, એક્શન, સસ્પેન્સ અને કોમેડીની ભરમાર જોવા મળી. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે ફિલ્મોનાં કેટલાંક દૃશ્યો, કેમરા વર્ક અને સિનેમેટોગ્રાફી ઓવરઓલ સારું કહી શકાય.પરંતુ આ ફિલ્મ જોવાની મજા આવી હું ફિલ્મને 3 સ્ટાર આપીશ.ધ્રુવ હિંગુ, નરોડા

ફિલ્મનું સંગીત સાંભળવું ગમે એવું છે. ફિલ્મનું ડિરેક્શન સારું કહી શકાય. કલાકારોનો અભિનય હાસ્યથી ભરપુર છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી છે,હું આ ફિલ્મ ને 3 સ્ટાર આપીશ.રાજભા ડાભી, ઘીકાંટા

આ ફિલ્મ ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે.અને સાથે આ ફિલ્મમાં બેસ્ટ મ્યુઝિક આપવામાં આવ્યું છે. જેનાં સોંગ્સ આજની જનરેશનને ગમે તેવાં છે. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.પ્રતીક સોલંકી, ચાંદખેડા

ફિલ્મનો એક ગરબો ‘પરદેશી રાધા અને દેશી કાનજી’ જે ગુજરાતી અને અંગ્રેજીમાં મિક્સ છે. મલ્હાર ઠાકર અને અન્ય કલાકારોની એકટિંગ સારી છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી થાય છે. હું આ ફિલ્મ ને 3.5 સ્ટાર આપીશ.સચીન પટેલ, વાડજ

ફિલ્મની સ્ટોરી સારી છે ફિલ્મમાં ડાયરેક્ટરે તેમજ એક્ટરે ઠીક ઠાક કામ કર્યું. ફિલ્મ એવા લોકોએ જ જોવી જેમને કોમેડી પસંદ હોય.કેમ કે આ ટોટલી કોમેડી ફિલ્મ છે હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.શુભમ્ સોલંકી, આંબાવાડી

You might also like