સ્ટેન્ડઅપ કોમેડિયન રહમાન ખાનની રેપ કેસમાં ઘરપકડ

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રહમાન ખાનની મુંબઇના વસઇ વિસ્તારમાંથી રેપના આરોપ સર ઘરપકડ કરવામાં આવી છે. પોલીસના મતે સાંતાક્રુઝમાં રહેતી 30 વર્ષિય મહિલાએ ખાન પર સાંતાક્રુઝ પોલિસ સ્ટેશનમાં 29 ફેબ્રુઆરીના રોજ રેપ કરવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ લેખીત ફરિયાદમાં જણાવ્યું છે કે રહમાને તેની સાથે વસાઇમાં એક ટુ સ્ટાર હોટલમાં અનેક વખત બળાત્કાર કર્યો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ખાન અને તે મહિલા છેલ્લાં એક વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. મહિલાનો પતિ વિદેશ છે અને તે પોતાના બે બાળકો સાથે સાંતાક્રુઝમાં રહે છે. તે રહેમાન ખાનની ફેન હતી. બંને સમય જતા સારા મિત્રો બન્યા હતા અને ખાને મિત્રતાની આડમાં તે મહિલા પર રેપ ગુજાર્યો હતો. પોલીસે ખાનને તેના કુર્લા સ્થિત નિવાસ્થાનેથી પકડી પાડ્યો છે અને 14 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે.

You might also like