લાંચ મુદ્દે નવો વળાંક BMCએ કપિલને ગેરકાયદેસર બાંધકામ માટે આપીતી નોટીસ

મુંબઇઃ કોમેડિયન કપિલ શર્મા પાસે બીએમસીએના એક અધિકારીએ પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી છે. ત્યારે સિસ્ટમ પર સવાલ ઉઠાવતા પીએમ મોદી પર કપિલ શર્માએ વેધક સવાલ કર્યો છે કે શું આ છે પ્રજાના અચ્છે દિન? કપિલ શર્માના મતે મુંબઇમાં તેની ઓફિસના કાગળીઓની કામગીરી માટે બીએમસીના એક અધિકારીએ પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી છે. બધાને હસાવનાર કપિલ શર્મા લાંચ માંગવાને કારણે વ્યથિત છે. તેણે ટવિટર પર પીએમ મોદીને સવાલ પૂછ્યો છે કે “ક્યાં યે આપ કે અચ્છે દિન?” કપિલ શર્માએ આ મામલે બે ટવિટ કર્યા છે.

કપિલ શર્માએ પાંચ લાખ રૂપિયાની લાંચ અંગે વાત કરતા ટવિટર પર લખ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે 15 કરોડ ઇન્કમટેક્સ ભર્યો છે. પરંતુ મુંબઇ ઓફિસ સાથે સંકળાયેલા કામ માટે પાંચ લાખ રૂપિયા લાંચ આપવી પડે છે. જો કે તે અંગે તેણે વિસ્તારમાં નથી લખ્યું કે આખરે કોણ અને કેમ પૈસા માંગી રહ્યું છે.

જે પણ હોય, પણ જે મંચ પરથી કપિલ શર્માએ પ્રધાનમંત્રીને વાત પહોંચાડી છે. તે મંચથી ચોક્કસથી તેમના સુધી વાત પહોંચશે અને તેને પ્રધાનમંત્રી ગંભીરતાથી પણ લેશે. તો આ મામલે બીએમસીના વિજિલન્સ ઓફિસર અશોર પવારે જણાવ્યું છે કે કપિલ શર્મા લાંચ માંગનાર અધિકારીનું નામ અમારી સમક્ષ રજૂ કરે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે કપિલ શર્મા પાસે લાંચ માંગનાર અધિકારીને સંપૂર્ણ માહિતી માંગી છે. સીએમ ફડનવીસે ટવીટર પર લખ્યું છે કે કપિલ ભાઇ સંપૂર્ણ વિગત આપે. દોષિતને છોડવામાં નહીં આવે.

કપિલ શર્માના BMC અધિકારી પર 5 લાખની લાંચનો અંગેની વાત ટવિટર પર લખી છે. ત્યારે આ મામલે વાવ-વિવાદ, આરોપ પ્રત્યારોપ વાળી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. BMCના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કપિલ શર્માએ ચાર બંગલા સ્થિત પોતાના બંગલામાં અયોગ્ય બાંધ કામ કર્યું છે. જેની પર BMCએ વિરોધ વ્યક્ત કર્યો છે. કપિલે 16 ફૂટ સુધીની જગ્યા પર કબજો કરી લીધો છે. જ્યારે એક ફ્લોર ગેરકાયદેસર વધાર્યો છે. BMC તરફથી આ મામલે કપિલને નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં કામ બંધ કરવામાં આવ્યું નથી ત્યારે કપિલે ટવિટર પર આ બાબતે શેર કરી નિશાન સાધ્યું છે.

You might also like