કોમેડિયન ભારતીએ પોતાની લાઇફમાં પડેલી મુશ્કેલીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો….

ભારતીસિંહ આજે એક સફળ કોમેડિયન છે, પરંતુ તેણે તાજેતરમાં જણાવ્યું કે કેટલા સંઘર્ષ બાદ તેને આ મુકામ મળ્યો છે. તાજેતરમાં તેણે એક શોમાં પોતાના અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક શોના એન્કરે જ્યારે તેને પૂછ્યું કે તમારી માતાને તમારી ઉપલબ્ધિઓ પર ગર્વ હશે તો ભારતીએ એવું કહીને બધાંને હેરાન કરી દીધાં કે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેની માતા તેને પેદા કરવા ઇચ્છતી ન હતી.

તેણે કહ્યું કે જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતી ત્યારે ઘરની ખરાબ આર્થિક હાલતના કારણે મારી માતા હું જન્મું તેવું ઇચ્છતી ન હતી, જોકે તેણે એવું ન કર્યું અને આજે તે મારા પર ગર્વ કરે છે. એક વાર મારા એક કાર્યક્રમ પહેલાં મારી માતા આઇસીયુમાં એડમિટ હતી. આ કારણે મારું મન પર્ફોર્મ કરવા ઇચ્છતું ન હતું, પરંતુ તેણે મને પ્રેરણા આપી અને મેં મારું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું.

થોડા સમય પહેલાં હર્ષ લિમ્બાચિયા સાથે લગ્નના બંધનમાં બંધાયેલી ભારતી પોતાની બાળપણની કેટલીક ખરાબ યાદોને શેર કરતાં કહે છે કે દર મહિનાની ૧૪મી તારીખે મારી માતાને એ વાતની ચિંતા રહેતી કે તે કેવી રીતે ઘરનું ભાડું ભરશે. થોડા થોડા સમયે લોકો મારી માતા પાસે આવતા અને તેની પાસે પૈસા માગતા હતા.

જ્યારે મા પૈસા ન આપી શકે તો તેઓ ગાળો પણ બોલતા. આ કારણે મારા મનમાં પુરુષો પ્રત્યે નફરત ઊભી થઇ. હું બે વર્ષની હતી ત્યારે મારા પિતા મૃત્યુ પામ્યા હતા ત્યારે મારી માતા માત્ર ૨૨ વર્ષની હતી. આખા ઘરની જવાબદારી માતાના ખભે આવી ગઇ.

તે ઘરનો ખર્ચ પૂરો કરવા ફેક્ટરીમાં કામ કરતી હતી. ભારતી કહે છે કે હું સિલાઇ મશીનનો ઇ‌િરટેટિંગ અવાજ સાંભળી- સાંભળીને મોટી થઇ છું. આજે પણ રસ્તાના કોઇ કિનારે મને એ અવાજ સંભળાય તો હું દુઃખી થઇ જાઉંં છું. સુદેશ લહેરીએ મને પાર્કમાં રમતાં જોઇને એક નાટકમાં રોલ ઓફર કર્યો.

ત્યારબાદ હું રાજીવ ઠાકોરને મળી. તેમણે મને રોલ ઓફર કર્યો અને કહ્યું કે આ માટે પૈસા પણ મળશે. જેમ જેમ કરિયર આગળ વધતી ગઇ તેમ તેમ આર્થિક સ્થિતિ સુધરતી ગઇ. •

You might also like