આખરે 130 વર્ષ બાદ હિન્દુ દેવીની મૂર્તિનું માથુ જોડાયુ

કંબોડિયામાં થયેલા એક વિશેષ સમારોહમાં 17મી સદીમાં બનેલી એક મૂર્તિનું કપાઇ ગયેલું માથુ ફરી જોડવામાં આવ્યું. લગભગ 130 વર્ષ પહેલાં આ હિન્દુ દેવીની મૂર્તિના માથાને અલગ કરી દેવામાં આવ્યું હતું.

statue-1વર્ષ 18880માં ફ્રાન્સના શોધકર્તા મૂર્તિના માથાને તાકેઓ વિસ્તારમાંથી આવેલા મંદિરમાંથી લઇ ગયા હતા. તે સમયે કંબોડિયામાં ફ્રાન્સનું શાસન હતું. દેવીની મૂર્તના આ માથાને ફ્રાન્સના એક મ્યુઝીયમમાં રાખવામાં આવ્યું હતું.

statue-2કંબોડિયાના અધિકારીઓએ ફ્રાન્સના મ્યુઝીયમને આગ્રહ કરતાં તેમણે તેને પરત સોંપ્યું હતું. આખરે 130 વર્ષ બાદ ફરીથી મૂર્તિના ધડ સાથે માથાને જોડવામાં આવ્યું હતું.

You might also like