કમાન્ડો-2 રિવ્યૂ

ફિલ્મનું ડિરેક્શન જબરદસ્ત છે. એક્શન સિક્વન્સ અને લોકેશન્સ કમાલનાં છે. મુશ્કેલ સીન માટે સિનેમેટોગ્રાફર્સની પણ પ્રશંસા કરવી પડશે. તેમણે ખૂબ સારી રીતે ફિલ્મને શૂટ કરી છે. ફિલ્મ એક એક્શન ફિલ્મ છે, હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.દિગેન સોની, બોપલ

વિદ્યુત જામવાલ સૌથી વધારે એક્શન શૂટ કરે છે અને આ ફિલ્મમાં પણ તેણે ગજબનાં એક્શન સિક્વન્સ કર્યાં છે. ઇશા ગુપ્તાનું કામ પણ સારું છે. આ ફિલ્મને વધારે રહસ્યમયી બનાવી શકાઇ હોત. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.કેવલ રાઠોડ, થલતેજ

ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોર કરી શકે છે, પરંતુ સેકન્ડ હાફ દમદાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. એક્શન સીનને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં ભરપૂર એક્શન છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.ધ્રુમિલ સેવક, થલતેજ

ફિલ્મ જોઈ તમને ખબર પડી જ જશે કે એક્શન અને સ્ટંટ સીન માટે વિદ્યુતે અને ઇશા ગુપ્તાએ ઘણી મહેનત કરી છે. સ્ક્રીન પ્લે હજુ વધુ સારો બની શકે તેમ હતો. ખાસ કરીને ક્લાઈમેક્સ ફિક્કો લાગે છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.વિશાલ માલી, પ્રહ્લાદનગર

ફિલ્મમાં વિદ્યુત જામવાલે ફિલ્મમાં કેપ્ટન કરણવીર સિંહ તરીકે જોરદાર લાગે છે અને વિદ્યુત ફિલ્મમાં ગરીબ અને પીડિત લોકોની મદદ કરે છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.સાદિક શેખ, સરખેજ

દેવેન ભોજાણીએ ફિલ્મનું ડિરેક્શન ઘણું સારું કર્યું છે. કેપ્ટનના રોલમાં વિદ્યુત જામવાલે સારો અભિનય કર્યો છે. ઈશા ગુપ્તાનો રોલ પણ રસપ્રદ છે.આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.ધવલ રાવલ, નવરંગપુરા

http://sambhaavnews.com/

You might also like