મેથ્યુ વેડને કલર બ્લાઇન્ડનેસ, છતાં પણ ડે-નાઇટ ટેસ્ટ માટે તૈયાર

એડિલેડઃ દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલા વિકેટકીપર મેથ્યુ વેડને કલર બ્લાઇન્ડનેસની સમસ્યા છે. આમ છતાં તે દક્ષિણ આફ્રિકા સામે એડિલેડમાં આવતી કાલથી શરૂ થઈ રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભાગ લેશે. સતત બે ટેસ્ટ હારી ગયા બાદ વેડને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેડને ત્રણ વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો, કારણ કે તેને લાઇટમાં પિન્કબોલને જવામાં સમસ્યા નડી રહી હતી, પરંતુ હવે તેને વિશ્વાસ છે કે તે આ સ્થિતિમાં પણ વિકેટકીપિંગ કરી લેશે.

વેડનું કહેવું છે કે હું ગત વર્ષે એડિલેડ ઓવલમાં શીલ્ડ ગેમ્સ દરમિયાન ડે-નાઇટ મેચ રમ્યો હતો. એ મારા માટે ઘણું દિલચસ્પ રહેશે કે હું કોઈ આ ટેસ્ટમાં કઈ રીતે રમી શકું છું. મને લાગે છે કે આ વાતને દિમાગમાંથી કાઢી નાખવાની કોશિશ કરવી પડશે.

You might also like