કલરફૂલ આઇસક્રીમ શેક

સામગ્રીઃ

2 મોટા ચમચા આઇસક્રીમ

4 કપ દૂધ, ઉકાળેલુ

½ કપ પાઇનેપલ જ્યુસ

1 કપ ખાંડ

1 નાનુ પેકેટ રંગબેરંગી ચોકલેટ બોલ્સ

½ કપ ક્રીમ

½ ચમચી વેનિલા એસેન્સ

આઇસક્યુબ (જરૂર પ્રમાણે)

બનાવવાની રીતઃ સૌથી પહેલા દૂધ, ખાંડ અને વેનિલા એસેન્સ મિકસ કરી તેમાં ક્રિમ અને જ્યુસ એડ કરો. મિશ્રણને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચી દો. હવે 6 સર્વિંગ ગ્લાસમાં મિશ્રણને એડ કરીને આઇસક્યુબ તેમાં એડ કરો. હવે સૌથી ઉપર અલગ અલગ કલરના ચોકલેટ બોલ એડ કરો. છેલ્લે ઉપરથી આઇસક્રીમ એડ કરીને તેને થોડો હલાવો.

You might also like