જમ્મુમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર : એક કર્નલ શહીદ

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં એક કર્નલ શહીદ થયા હતા. આ ઘટનાં કુપવાના વિસ્તારમાં બની હતી. અહીં સેના 13 નવેમ્બરથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હોવાની પણ માહિતી છે. અધિકારીઓએ જણાવ્યું કે 41 રાષ્ટ્રીય રાયફલ્સનાં કમાન્ડિંગ અધિકારી જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. ત્યારે હાજીનાકા નજીકનાં જંગલોમાં આતંકવાદીઓ સમગ્ર દળ પર હૂમલો કરી દીધો હતો. અચાનક થયેલા હૂમલાને કર્નલે બહાદુરી પુર્વક ખાળ્યો હતો. પોતાનાં સાથીઓ સુરક્ષીત આડશ શોધે ત્યાં સુધી તેમણે આતંકવાદીઓને ખદેડ્યા હતા. જો કે ત્યાં સુધીમાં પોતે પણ ઘાયલ થઇને ઢળી પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ વિરગતિ પામ્યા હતા.
અત્રે નોંધનીય છે કે પહેલા પણ જમ્મુનાં સાંબા સેક્ટરમાં ગુરૂવારે પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા નાના હથિયારો અને સ્વયંસંચાલિત બંદુકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર મંગળવારે સવારે થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સવારે 3.50 વાગ્યે સાબા જિલ્લાનાં ચાલારી અને ધુગવાલા વિસ્તારમાં બીએસએફની નવ ચોકીઓ પર ફાયરિંગ થયું હતું. ગોળીબારમાં નાના અને સ્વયંસંચાલિત હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મરીમાં બીએસએફની સીમા ચોકીઓ પર હૂમલો પાકિસ્તાની વડાપ્રધાનની તે ટીપ્પણી બાદ થયો હતો. જેમાં શરીફે જણાવ્યું કે કાશ્મીરમાં ભારતની વિરુદ્ધ અલગતાવાદી આંદોલનને તેમનું સમર્થન ચાલું રહેશે.

You might also like