કોલંબિયામાં જમીન ધસી પડવાથી ૧૪નાં મોતઃ નવ લાપતા, ૨૨ ઘાયલ

બગોટા: પશ્ચિમ કોલંબિયાના મનીજાલેસ શહેરમાં મુશળધાર વરસાદને કારણે જમીન ધસી પડવાથી ૧૪ લોકોનાં મોત થયાં છે અને નવ લાપતા છે. મનીજાલેસના મેયર જોસ ઓક્ટાવિયા કાડરેનોએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને જમીન ધસી પડવાથી લોકોની સ્થિતિ કફોડી છે. આ ખરેખર શરમજનક સ્થિતિ છે. હું સત્તાવાર આંકડાથી વધુ સંખ્યા જણાવવા માગતી નથી, પરંતુ મારા માનવા મુજબ મૃતકોની સંખ્યા ૧૫થી ૨૦ની વચ્ચે હોઈ શકે છે.

આ ઉપરાંત ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં ૭૫ ઘરને નુકસાન પહોંચ્યું છે અને ૨૩ લોકો ઘાયલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમીન ધસી પડવાની આ ઘટનાના ૨૦ દિવસ પહેલા મોકોઆમાં જમીન ઘસવાથી ૩૦૦થી વધુ લોકોના મોત થયા હતા. મનીજાલેસ શહેરના મેયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જુઆન સાંતોસ સ્થિતિની સમીક્ષા કરવા અત્રે રૂબરૂ આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like