કોલેજિયમ હેઠળ કેન્દ્રએ મંજૂર કર્યા 34 જજોના નામ, 43ને નામંજૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની વચ્ચે જજોની નિયુક્તિને લઇને એક વખત ફરી તકરાર થવાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. હાઇ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમએ 77 જજોના નામ મોકલ્યા હતાં, જેમાંથી 43 નામોએ સરકારે પરત મોકલ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી અટોની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળા કોલેજિયમએ નિયુક્તિ માટે જે 77 નામ મોકલ્યા હતા, એમાંથી 34 જજોની નિયુક્તિ કેન્દ્રએ કરી દીધી છે. જ્યારે એમાંથી 43 જજો પર સરકારે મંજૂરી આપી નથી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે સરકારે કોલેજિયમ દ્વરા મોકલેલી દરેક પેન્ડિંગ ફાઇલોને પતાવી દીધી છે.

જજોની નિયુક્તિને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટએ કેન્દ્રને ઝટકો આપતાં રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચએ સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.

જજોની નિયુક્તને 9 મહિના સુધી રોકવા માટે લઇને હાલમાં પૂર્વ મહાધિવક્તા સોલી સોરાબજીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જો આપણે સમયની અંદર ન્યાયાધીશોની નિયુક્તિ નથી કરતાં તો નિશ્વિત છે કે લોકોને ન્યાય મળવામાં વાર લાગશે. વાસ્તવમાં આ ન્યાય આપવાની જેમ હશે. આ મોડું થવા પર સરકાર કોઇ પ્રકરાનું સ્પષ્ટીકરણ આપી શકશે નહીં. ‘

You might also like