બોગસ માર્કશીટ કૌભાંડમાં કોલેજના પ્રિન્સિપાલ અને બે ટ્રસ્ટીની ધરપકડ

અમદાવાદ: બોગસ માર્કશીટ કૌભાંડમાં તપાસનો દોર લંબાવી બી.એ. ડાંગર કોલેજનાં પ્રિન્સિપાલ અને બે ટ્રસ્ટીઓની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરની હોમિયોપેથી કોલેજમાં તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીની બોગસ ડિગ્રીના આધારે લાખો રૂપિયા પડાવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અમિતાભ જોશી, ટ્રસ્ટી જનક મહેતા અને દીપક ડાંગરની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૧રથી ર૦૧૭ સુધીમાં ૪૩ વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીનાં પાંચ ટકા રેશિયા મુજબ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન ત્રણ કોલેજમાં એડમિશન મેળવી લીધા હતા. આ એડમિશન બોગસ માર્કશીટના આધારે મેળવ્યા હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like