રાજ્યમાં કોલ્ડવેવ યથાવત ગાંધીનગરમાં ૭.૨ ડિગ્રી

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળે છે ત્યારે આજે પણ શહેરમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો વધુ રહ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં ૭.૨ ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં તાપમાન ૯.૫ ડિગ્રી રહ્યું હતુ. હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ભારતમાં પડતી કાતિલ ઠંડીના પગલે આગામી થોડા દિવસ રાજ્યમાં કોલ્ડવેવ યથાવત રહેશે. તેમજ ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. તેમજ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

ઉત્તર ભારતમાં સતત પડી રહેલી કાતિલ ઠંડીના કારણે રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સતત ઠંડીના કારણે આજે ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન ૭.૨ ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી રહેતા સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો નીચે જતા ઠંડીમાં વધારો થયો હતો.

આગામી થોડા દિવસો સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે. ઠંડીમાં વધારો થયો હોવાથી શહેરીજનોએ ફરજિયાત ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. રાત્રે ઠંડીના કારણે રોડ પર વાહનો તેમજ લોકોની અવરજવર ઓછી થઈ જાય છે. તેમજ જનજીવન પર ઠંડીની અસર જોવા મળી રહી છે.

બજારો તેમજ વિવિધ દુકાનો વહેલા બંધ થઈ જાય છે. તેમજ રાત્રિ ખાણીપીણીના બજારો પણ વહેલા બંધ થઈ જાય છે. સતત પાંચ છ દિવસથી ઠંડીનું પ્રમાણ વિશેષ રહે છે જેના કારણે લોકોની દૈનિકચર્યા પણ બદલાઈ ગઈ છે. સવારે ધંધા રોજગાર પર જતા લોકોના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ ગયો છે.

You might also like