શરદી, થાક અને સ્ટ્રેસથી પીડાતા હો તો વિટામિન ‘સી’ લો

કામ કે દુનિયાની બીજી કોઇ પણ બાબતનો સ્ટ્રેસ સતાવતો હોય, થાકનો અનુભવ થતો હોય, ધુમ્રપાન કરતા હોય કે સતત પ્રદૂષણમાં રહેવાનું થતું હોય અથવા કોઇ પણ પ્રકારની દવાઓ લેતા હો ત્યારે તમારા શરીરમાં કુલ કેટલા પ્રમાણમાં વિટામીન સી જાય છે તે ચેક કરી લેવું. જો શરીરમાં વિટામીન સીની ઉણપ હોય તો આવું બધું થઇ શકે છે. વિટામીન સીને અન્ય વિટામીન ઇ, એ તથા ખનીજ તત્ત્વો જેવા કે ઝિંક, સિલેનિયમ વગેરે સાથે લેવામાં આવે તો શરીરની આ પ્રકારની તકલીફો સામે લડવાની શક્તિ વધી જાય છે. તેમણે અેવી પણ સલાહ આપી છે કે જો તમે રોજિંદા ધોરણે પૂરતી એક્ટિવ લાઇફ સ્ટાઇલ જીવતાં ન હો તો શરીરમાં મિનીમમ ૫૦૦ મિલીગ્રામ વિટામીન સી જવું જોઇએ

You might also like