વાતાવરણમાં અચાનક પલટો : સવારે ઝાપટા બાદ રાત્રી ઠંડીનો ચમકારો

અમદાવાદ : શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. મળતી માહિતી મુજબ, શહેરના જીવરાજપાર્ક, શાહપુર સહિત અનેક વિસ્તારમાં કમોસમી છાંટણા પડ્યા છે. આ સાથે શહેર ભરમાં ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું છે. અચાનક વહેલી સવારે વરસાદી છાંટા પડતા ધુમ્મસ છવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીમા ઘટાડો જોવા મળી રહ્યો છે

બીજીબાજુ, શ્રીનગરમાં ફરી બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. ઘાટીના અનેક વિસ્તારોમાં બરફ પડતા વાતાવરણ આલ્હાદક બની ગયું છે, અને મોસમ વિભાગે આવનારા દિવસોમાં બરફ વર્ષા થવાનું અનુમાન લગાવ્યું છે.ઘાટીના ઉંચાણવાળા વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઇ રહી છે. બરફ વર્ષા થવાથી ઘાટીમાં આવેલા પ્રવાસીઓ આનંદમાં આવી ગયા છે, અને બરફ વર્ષાનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.

You might also like