કોલ્ડવેવની ચેતવણી જારી ન થતાં લોકોને રાહત થઇ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ફેરફાર થયો છે. ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ તાપમાન વધી જતાં ઓછી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા સામાન્ય લોકોને રાહત થઇ છે.  જો કે, પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીયથી પવનો ફુંકાઈ રહ્યા છે જેની અસર જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૩ ડિગ્રી નોંધાયંર હતું જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યું હતું. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન વધીને ૯.૪ ડિગ્રી રહ્યું હતું.

આજે રાજ્યના જે ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૦થી નીચે પહોંચી ગયું હતું તેમાં નલિયા અને વલસાડનો સમાવેશ થાય છે. વલસાડમાં લઘુત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી રહ્યું હતું જે સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે ૧૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવેલી હતી જેના પરિણામ સ્વરુપે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા પરંતુ હવે એકાએક તાપમાનમાં ઉલ્લેખનીય વધારો નોંધાયો છે.

રાજ્યમાં સામાન્ય રીતે સૌથી વધારે ઠંડીનો અનુભવ થયા છે તે નલિયામાં પણ હાલ અપેક્ષા કરતા ઓછી ઠંડી જોવા મળી રહી છે. જ્યારે ગઇકાલે નલિયામાં સૌથી વધારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અહીં તાપમાન ચાર ડિગ્રી નોંધાયું હતું. વલસાડમાં ૮.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં પારો પણ ગગડી ગયો હતો. શુક્રવારના દિવસે ઠંડા પવનોના લીધે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન રહ્યું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાન ગઇકાલે ૯.૮ ડિગ્રીની સરખામણીમાં આજે વધીને ૧૧.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

You might also like