નવા વર્ષમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં લોકો ગુલાબી ઠંડીથી ઠુઠવાયા, નલિયા બન્યું ઠંડુગાર

રાજ્યભરમાં નવા વર્ષમાં ઠંડીનો પારો ફરી એકવાર ગગડયો છે. ગુજરાતમાં 12 શહેરમાં પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. તો ગુલાબી ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા છે. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો ભુજમાં પણ તાપમાનનો પારો 10.6 ડિગ્રી નોંધાયો છે.

તો ડીસામાં 11.7 અને રાજકોટમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ પોરબંદરમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. અહીં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. અહીં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

You might also like