ઠંડુ પાણી શરીરને કેટલું નુકસાન કરે છે?

શું તમને ખબર છે જમ્યા પછી ઠંડુ પાણી પીવું કેટલું નુકસાનકારક છે? તેની સીધી અસર પાચનશક્તિ પર થાય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે.

મોટાભાગના લોકોને માત્ર એટલી જ ખબર છે કે જમ્યા પછી પાણી પીવું જરૂરી છે. પરંતુ પાણી ઠંડુ પીવું જોઇએ કે ગરમ તે વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને ખુબ જ નુકસાન થાય છે. આપણા શરીરનું તાપમાન 98.6 ફોરેનહાઇટ એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેથી શરીર માટે 20 થી 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું પાણી પીવું યોગ્ય રહે છે. તો આવો જાણીએ ઠંડુ પાણી પીવાથી કેટલું નુકસાન થાય છે.

કબજીયાત
ઠંડુ પાણી શરીરમાં બનતા પાચક રસના તાપમાનને ધીમું કરી દે છે જેના કારણે ભોજન પચવામાં તકલીફ થાય છે. ઠંડુ પાણી પીવાથી પેટનું મોટું આંતરડુ સંકોચાઇ જાય છે જે કબજીયાત માટેનું મુખ્ય કારણ છે. જે લોકોને કબજીયાતની તકલીફ હોય તેમણે ઠંડુ પાણી ના પીવું જોઇએ.

હાર્ટ એટેકનું જોખમ
કેટલાક લોકોની એવી ટેવ હોય છે કે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવે છે. આ આદત તમારા હૃદય માટે ઘાતક સાહિત થઇ શકે છે. હાર્ટ એટેકનો પાણી સાથે સીધો સંબંધ છે. એક શોધ અનુસાર જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ચીન અને જાપાનના લોકો જમ્યા પછી ગરમ ચા પીવે છે જેના કારણે તેમનામાં હાર્ટ એટેકની સમસ્યા ઓછી જોવા મળે છે.

ફેટ બને છે
વૈજ્ઞાનિકોને અનુસાર ખાધા બાદ ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના કારણથી કબજીયાત જેવી તકલીફો ઉભી થાય છે. આ સિવાય ઠંડુ પાણી ખાવાની સાથે ભળીને પેટમાં જાય છે જે પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે અને ફેટમાં બદલાઇ જાય છે. તેનાથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

કફ બને છે
ખાધા બાદ ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ થાય છે. શરીરમાં જ્યારે વધારે પ્રમાણમાં કફ બનવા લાગે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. તેના કારણે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ પણ થાય છે.

You might also like