ઠંડા પાણીથી સ્નાન કરશો તો થઇ જશો પાતળા!

વધેલું વજન ઉતારવું તે એક લાંબી અને થકવી નાખે તેવી પ્રક્રિયા છે. વજન ઉતારવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે. ત્યારે કોઇ પણ પ્રકારના ડાયેટિંગ કે વોકિંગ વગર પણ વજન ઉતારી શકાય છે. કદાચ તમે આ વાત પર વિશ્વાસ નહીં મૂકો કે ઠંડા પાણીથી નાહવાથી વજન ઘટાડી શકાશે.  આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં બે રીતની ફેટ હોય છે. વ્હાઇટ ફેટ અને બ્રાઉન ફેટ. વ્હાઇટ ફેટએ એવી ફેટ હોય છે જેની કોઇ જ જરૂર નથી હોતી. આ કેલરી ત્યારે જમા થાય છે જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધારે કેલરી ઇનટેક કરીએ છીએ. તે ફેટ બર્ન પણ નથી થતી. આ વ્હાઇટ ફેટ કમર, પેટ, પીઠના નીચેના ભાગમાં, ગર્દન પર અને જાંગ પર જમા થાય છે.

જ્યારે બ્રાઉન ફેટ શરીર માટે સારી છે. જે હીટ જનરેટ કરવાનું કામ કરે છે. જેનાથી આપણું શરીર ગરમ રહે છે. જ્યારે પણ આપણને ઠંડી લાગે છે ત્યારે બ્રાઉન ફેટ સક્રિય થઇ જાય છે. જ્યારે આપણે ઠંડા પાણીથી સ્નાન કરીએ છીએ તો આ ફેટ ઝડપથી ઓગળવા લાગે છે. જેનાથી આપણી ચરબી ઓગળવા લાગે છે.

ઠંડા પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. જેનાથી ચરબી ઓગળે છે. આ સાથે જ ઠંડા પાણીથી સ્નાન કરવાથી ઇમ્યુન સિસ્ટમ પણ સારી થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ પણ ઓછો થાય છે. જો તમે ડિપ્રેશનનો શિકાર હોવ તો ઠંડા પાણીથી સ્નાન કરવાથી ફાયદો થશે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી મગજ તેજ બને છે.

You might also like