કોકાકોલાએ સલમાનને થમ્સ અપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પડતો મૂક્યો

નવી દિલ્હીઃ વિશ્વની જાયન્ટ સોફટ ડ્રિંક કંપની કોકાકોલાએ બોલિવૂડના અભિનેતા સલમાન ખાનની સાથે ચાર વર્ષ જૂનો કોન્ટ્રેકટ નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. કોકાકોલાએ હવે થમ્સઅપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સલમાનખાનને પડતો મૂકી દીધો છે. કોકાકોલા હવે સલમાનની જગ્યાએ ચોકલેટી સ્ટાર રણવીરસિંહ સાથે કરાર કરવા અંગે વાતચીત કરી રહી છે.

ઇન્ડસ્ટ્રીઝ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોકાકોલા કંપની સાથેનો સલમાનનો કોન્ટ્ોકટ ગત મહિને જ સમાપ્ત થઇ ગયો હતો. કોકાકોલાએ હવે આ કોન્ટ્રેકટ નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપનીએ આ અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
સૂૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હંમેશાં માર્કેટમાં સ્વયંને યંગ બ્રાન્ડ તરીકે રજૂ કરતી રહી છે. આ સંજોગોમાં પ૦ વર્ષના અભિનેતા સલમાન સાથે આ કરાર સમાપ્ત કરવાનો નિર્ણય કંપનીની અા નીતિના ભાગરૂપે હોઇ શકે. કંપની હવે સલમાનના સ્થાને યુવા સ્ટાર રણવીરસિંહ સાથે કરાર કરવા વિચારી રહી છે.

સલમાનખાન પ્રત્યેક બ્રાન્ડ દીઠ રૂ.પાંચ કરોડની ફી વસૂલતો હતો. સલમાને તાજેતરમાં પાકિસ્તાની કલાકારો આતંકી નથી તેવું કહીને દેશભકતોનો રોષ વહોરી લીધો હતો અને તે આ મુદ્દે વિવાદમાં ઘેરાયો હતો. કોકાકોલા ઇન્ડિયાએ સલમાનને ર૦૧રમાં બીજી વખત પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો.

You might also like