OMG! સિક્કા જેવડો કરોળિયા આકારનો રોબોટ સર્જરી કરશે

બોસ્ટન: રોબોટિક્સના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓ ઝડપથી નવી શોધો કરી રહ્યા છે અને તેનો લાભ તબીબી અને ચિકિત્સા ક્ષેત્રમાં પણ લેવામાં આવી રહ્યો છે. વિજ્ઞાનીઓએ હવે સિક્કા આકારનો એક કરોળિયા જેવો દેખાતો રોબોટ બનાવ્યો છે, જે સર્જરીમાં ડોક્ટરોને મદદ કરશે.
આ ખૂબ લચીલો અને સોફ્ટ રોબોટ માનવશરીરનાં એવાં દુર્ગમ અંગોમાં પણ આસાનીથી પ્રવેશી શકશે, જ્યાં ઉપચાર માટે અન્ય ઉપકરણો કે સખત ધાતુના રોબોટ પહોંચી શકતા નથી. આ રોબોટની મદદથી ડોક્ટરોને બીમારીની એકદમ સાચી જાણ તો થશે જ તે ઉપરાંત તેની સર્જરી પણ વધુ સારી રીતે કરી શકાશે.

રોબોટિક્સના ક્ષેત્રમાં હવે એવા ભવિષ્યના રોબોટની કલ્પના પણ કરવામાં આવી રહી છે કે જે એકદમ સોફ્ટ હોય અને તેનો આકાર જાનવરોથી પ્રેરિત હોય. આ રોબોટ એવા હશે, જે કુદરતી કે માનવ નિર્મિત મુશ્કેલમાં મુશ્કેલ વાતાવરણમાં આસાનીથી પહોંચીને પોતાનું કામ કરી શકે.

આ ક્રમમાં જ સે‌િન્ટમીટર આકારના કેટલાક સોફ્ટ રોબોટ તૈયાર કરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી કોઈ પણ એવો મલ્ટિફંક્શન લચીલો રોબોટ તૈયાર થઈ શક્યો નહોતો, જે આટલા નાના આકાર સાથે પણ મૂવ કરી શકે અને સર્જરી પણ કરી શકે.

અમેરિકા સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ સમસ્યાનો હલ કાઢ્યો. તેમણે એકીકૃત નિર્માણ પ્રક્રિયા વિકસિત કરી એટલે કે ઘણી ટેકનિક ભેગી કરીને એક નવી ટેકનિક વિકસાવી અને તેના દ્વારા માઈક્રોમીટર જેટલી સાઈઝના સોફ્ટ રોબોટ ડિઝાઈન કરવામાં આસાની રહી અને સફળતા પણ મળી.

પોતાની આ નવી ટેક્નોલોજીની ક્ષમતા ચકાસવા માટે વિજ્ઞાનીઓએ એક કરોળિયા જેવો રોબોટ તૈયાર કર્યો. આ રોબોટની ડિઝાઈન ઓસ્ટ્રેલિયામાં મળી આવતા મિલીમીટર આકારના રંગીન પિકોક સ્પાઈડરથી પ્રેરિત છે. તેને એક ખૂબ લચીલા મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવ્યો, જેનામાં શરીરનાં આકાર-ગતિ અને રંગ બદલવાની ખાસ વિશેષતા પણ છે.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

2 days ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

2 days ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

2 days ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

2 days ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

2 days ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

2 days ago