આ ઇચ્છાને પૂરી કરવા માટે અહીંયા ટૂરિસ્ટ નાંખે છે કરોડો રૂપિયા

દુનિયામાં લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે ખબર નહીં અવનવી તરકીબ અપનાવતાં હોય છે. કેટલાક લોકો પાણીમાં સામાન નાંખીને પોતાની ચિંતાઓ દૂર કરે છે તો કોઇ મંદિરમાં પૂજા અર્ચના કરીને દુખ દૂર કરે છે. આવું માત્ર ભારતમાં નહીં પણ રોમમાં ટ્રેવી નામનો એક ફુવારો છે, જેમાં દૂર દૂરથી લોકો સિક્કા નાંખવા માટે જ આવે છે. માનવામાં આવે છે કે એમાં સિક્કા નાંખવાથી લોકોની ફરીથી રોમ આવવાની ઇચ્છા જરૂર પૂરી થાય છે. એ કારણથી આ ફુવારામાં એટલી કેશ જમા થઇ જાય છે કે એને એકત્રિત કરવા માટે થોડાક સમય માટે ફુવારાની એન્ટ્રી બંધ કરવી પડે છે.

COIN

અહીંયા ફરવા માટે દરેક સમયે લોકોની ભીડ લાગેલી રહે છે. એમાં એક દિવસમાં આશરે 3000 યૂરોના સિક્કા નાંખવામાં આવે છે. ભારતના હિસાબથી એની વર્ષની કિંમત 9 કરોડ છે. આ સિક્કાને નિકાળીને ગરીબ અને બેઘર લોકોની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટ્રેવી ફાઉન્ટેન રોમના ટ્રેવી શહેરમાં છે. રોમનો આ ફુવારો 85 ફીટ ઊંચો અને 161 ફીટ પહોળો છો અને આ દુનિયાનો સૌથી સુંદર ફુવારો છે.

COIN-2

પાણીમાં સિક્કા નાંખવાની આ પરંપરા ખૂબ જ જૂની છે. હોલીવુડની એક ફિલ્મ ‘Three Coins In The Fountain’ આ થીમ પર આધારિત હતી. એ કારણથી પણ અહીં સિક્કા નાંખવાનું પ્રમાણ વધી ગયું છે. આજે આ સિક્કાથી ગણા ગરીબોની મદદ કરવામાં આવે છે.

You might also like